Funny Gujarati Thoughts
- પ્રાર્થના ઇશ્વરનો મોબાઇલ નંબર છે, ડાયલ કરતાં રહો ક્યારેક તો તમારો ફોન ઉપડશે જ
- જિંદગી ઘણી કપરી છે પરંતુ છે ઘણી સુંદર
- જિંદગી જીવવાની બે રીત છે કાં તો કોઇ એક ખૂણે રડી લેવું અથવા તો વિશ્વના તમામ ખૂણે લડી લેવું
- જો તમે બે લોકોને એક જ સમયે પ્રેમ કરતા હોવ તો તમારે બીજી વ્યક્તિને પસંદ કરવી જોઇએ કારણ કે, જો તમે પ્રથમ વ્યક્તિને ખરી રીતે પ્રેમ કરતા હોત તો તમે બીજી વ્યક્તિના પ્રેમમાં ક્યારેયપણ ન પડ્યાં હોત
- જો તમે કોઇ યોગ્ય વ્યક્તિની શોધમાં વ્યસ્ત છો, તો તમે એક એવી અયોગ્ય વ્યક્તિને ગુમાવી દેશો કે જે તમારા જીવનને યોગ્યરીતે ખુશીઓથી ભરી દેશે
- ખોટા હોય અને ભુલ સ્વિકારે તેઓને પ્રામાણિક કહેવાય, શંકામાં હોય અને ભુલ સ્વિકારે તેઓને શાણા કહેવાય, પણ સાચા હોય અને ભુલ સ્વિકારે તેઓને પતિ કહેવા...
- સિંગલનો અર્થ એ નથી કે તમે એકલા છો પરંતુ એનો અર્થ એ છે કે તમે સારા પ્રેમ માટે તૈયાર થઇ રહ્યાં છો
- જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે, તમારી ખુશી એ વ્યક્તિઓને ખતમ કરી નાંખશે
- સંબંધો કઇ ફેસબુક, ટ્વિટર, ગુગલ+ નથી કે જેમાં સાઇન ઇન અને સાઇન આઉટ કરીને તમે કંઇપણ કરી શકો
- જો પાંચ મીનીટની સ્માઇલ એક ફોટો સારો બનાવી શકતી હોય તો પછી જો આપણે હમેંશા હસતાં રહીએ તો જીંદગી કેટલી સુંદર થઇ જાય
- સફળ પુરુષ એ છે જે પોતાની પત્ની ખર્ચ કરે તેના કરતાં વધારે પૈસા કમાય. જ્યારે સફળ મહિલા એ છે જે આ પ્રકારના પુરુષ સાથે પરણે..
- બધા કહે છે કે સફળ વ્યક્તિની પાછળ મહિલાનો હાથ હોય છે પરંતુ મહિલાઓ હંમેશા સફળ વ્યક્તિને જ પસંદ કરે છે
- એક ખરાબ નિર્ણય એક સારી સ્ટોરી બનાવે છે
No comments:
Post a Comment