Thursday, 3 July 2014



Funny Thoughts



  • પૈસાથી એક સારું કૂતરું ખરીદી શકાય પરંતુતેના પ્રત્યેનો પ્રેમ હોય તો જ તે આપણને જોઇને પૂંછડી પટપટાવે

  • એક સાચા નિર્ણયથી આપણો આત્મવિશ્વાસ બમણો થાય અને એક ખોટા નિર્ણયથી આપણને બમણો અનુભવ મળે. તેથી બન્ને કેસમાં ચિંતિત થવાની જરૂર નથી

  • પ્રેમમાં પડવાં પાછળનું કારણ આકર્ષણ એકલું હોઇ શકે નહીં

  • પ્રશ્ન ક્યારેયપણ મુર્ખતાભર્યો નથી હોતો લોકો મુર્ખ હોય છે

  • વિશ્વને સારા માણસો નહીં પણ સારી માણસાઇ જોઇએ છે

  • જીવન કેમેરા જેવું છે, તમે જે મેળવવા માગો છો તેના પર ફોકસ કરો તો તમે સારું કેપ્ચર કરી શકો છો

  • તમારું વ્યક્તિત્વ કેવું છે એ ત્યાં સુધી ખબર ના પડે જ્યાં સુધી તમારો રૂમ ચોખ્ખો હોય

  • સારી વ્યક્તિએ એક કલ્પના જેવું છે, લોકો તેના વીશે વાતો ઘણી કરે છે પરંતુ તે જોવા મળતી નથી

  • મોંઘવારીને ચરબી જેટલી વધે તેટલી ખરાબ

  • સૌથી સારી લાગણીએ છે જેનું વર્ણન કરવા માટે શબ્દો ન જડે

  • દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં, ફોનબુકમાં હજારો મળે છે, પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે

  • પુરુષને મહાત કરવા સ્ત્રી પાસે બે વિશેષતા છે, એક રડી શકે છે અને બીજી એ ધારે ત્યારે રડી શકે છે

  • બુદ્ધી હડતાળ પર ઉતરે છે ત્યારે જીભ ઓવર ટાઇમ કરે છે

  • 2 ગેટ અને 2 ગિવ ઘણી સમસ્યાઓને જન્મ આપે છે, પરંતુ તેને ડબલ કરી દેવામાં આવે, એટલે કે, 4 ગેટ અને 4 ગિવ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી દેશે

  • સારી બાબતો જિદંગીના માર્ગ પર આવી જ રહી છે, બસ તમે ચાલવાનું ચાલું રાખો

No comments:

Post a Comment